આવકારો મીઠો આપજે

આજે જયારે માનવી ભૌતિક સુખો પાછળ દોડે છે અને પોતાના સ્વાર્થ માટે એકબીજા સાથે છળ કપટ કરે છે  .કોઈ કોઈ ની મદદ કરતું નથી ઉલટું દુખી લોકો ને જોઈ ને મોં ફેરવી લે છે .કોઈ પરિચિત ઘરે આવે અને ટીવી જોતા હોય તો  મીઠો આવકાર આપવા ની વાત તો દુર રહી પણ અત્યારે ક્યાં આવ્યા ,મૂડ બગડ્યા ની લાગણી અનુભવે છે અને લોકો ના આવા વર્તન થી આવનાર વ્યક્તિ ને પણ ગ્લાની થાય છે .શું આ આપણી સંસ્કૃતિ છે ? ના આ આપણી સંસ્કૃતિ નથી . અમે ભણતા ત્યારે ગુજરાતી ભાષા નાપાઠ્ય પુસ્તક માં  કવિ શ્રી દુલા ભાયા’કાગ’ ની સુંદર કવિતા જે મને બહુ જ ગમતી તે  આજે આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું .આમ તો  આ એક લોકગીત જેવું જ છે .કારણકે પહેલા આ કવિતા સૌ ના હોઠો ઉપર રમતી અને દિલ માં સદાય એવો જ ભાવ ઉભરતો હતો .ચાલો, આ કવિતા વાંચી ને મનન કરી ને આપણે પણ આપણા હ્રદય ને આવા સુંદર ભાવ થી સજાવીએ અને માનવ માનવ વચ્ચે નું અંતર ઓછુ કરવા ની કોશિશ જરૂર કરીએ .બરાબર ને !

આવકારો મીઠો આપજે

એ જી તારા આંગણીયા પૂછી ને જે કોઈ આવે રે ,

આવકારો મીઠો આપજે રે .

એ જી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે ,

બને તો થોડું કાપજે રે . ………………………………….. આવકારો

માનવી ની પાસે કોઈ માનવી ના આવે રે ,

એ જી તારા દિવસ ની પાસે દુખિયા આવે રે ………………આવકારો

કેમ તમે આવ્યા છો ? એમ નવ કહેજે રે ,

એ જી એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે ………………….આવકારો

વાત એની સાંભળી ને આડું નવ જોજે રે ,

એ જી એને માથું રે હલાવી હોંકાર દેજે રે ……………………આવકારો

‘કાગ’ એને પાણી પાજે ,સાથે બેસી ખાજે રે ,

એ જી એને ઝાંપા રે સુધી તું મેળવા જાજે રે ………………..આવકારો

-શ્રી દુલા ભાયા ‘કાગ’.

Leave a Reply