જો ને કેવું સરસ છે!
આ તો નવું વરસ છે.
સંબંધો નો સથવારો ને લાગણી અરસ પરસ છે!
આ તો નવું વરસ છે.
જુઠું નકારી સાચું સ્વીકારીએ,
જોખમ થયા જુનાં, આ જ તો નવું સાહસ છે!
આ તો નવું વરસ છે.
ભૂલી જઈને ‘અંતર’ , રહીએ ‘અંતર’ માં
ચાલને ‘પ્રયાસ’, આવો એક નિખાલસ પ્રવાસ કરીએ
ફરી ફરી ને ત્યાં જ મળીશું, ખુદથી ભાગીને કયાં જઈશું ?
આ દુનિયા કયાં ચોરસ છે !!
આ તો નવું વરસ છે!
Like this:
Like Loading...
Related
Published by Maya Raichura
hello, Jai Shree Krishna. I'm maya raichura, a housewife. I was born in Ahmadabad and I studied at H.A college of commerce . Currently I live in Mumbai - Borivali.I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.
View more posts