ઉદ્દાત ભાવના

ધોરી માર્ગને જોડતો કાચો રસ્તો હતો . ત્યાં એક વૃદ્ધ રસ્તો વ્યવસ્થિત કરી રહ્યો હતો .
ત્યાંથી પસાર થતા એક યુવાને વૃદ્ધને પૂછ્યું : “ દાદા, તમે કેટલાયે દિવસોથી આ રસ્તો ઠીકઠાક કરી રહ્યા છો, તે હું જોતો આવ્યો છું . તમારે હવે ક્યાં વધારે જીવવાનું છે તે આવું નાહકનું મજુરી કામ કર્યા કરો છો ?’
થોડી ક્ષણો મૌન રહ્યા પછી વૃદ્ધે કહ્યું : ` બેટા, કેટલાંય વર્ષો સુધી હું આ રસ્તા પરથી ચાલ્યો છું . બીજાઓએ બનાવેલા રસ્તાનો મેં ઉપયોગ કર્યો છે . હવે મારી ફરજ છે કે અગામી પેઢી માટે હું આ  રસ્તો ઠીકઠાક કરી આપું .’
` વાહ દાદા વાહ ! તમારી ભાવના અતિ ઉમદા છે !’ એવું કહી યુવાન ચાલતો થયો . એ મનોમન વૃદ્ધને વંદી રહ્યો .

Leave a comment

%d bloggers like this: