એમ કયાં લખાય છે ગઝલ વળી સહેજમાં?-ડૉ મુકેશ જોષી

એમ કયાં લખાય છે ગઝલ વળી સહેજમાં?

શું લખાયેલી પછી વંચાય છે સહેજમાં?

વાહ વાહ ને ગઝલ? તુ જરા ચેતી જજે

પ્રેમથી લે પૂછી, સમજાય છે સહેજમાં?

એમ કયાં મૃત્યુ રસ્તે રઝળતુ હોય છે?

રાહ જોતાં જિંદગી, વીતેય  છે સહેજમાં?

ઉદયની પળ કાલની, છપાઇ છે પંચાંગમાં,

તેથી સુરજ થી આથમી શકાય છે સહેજમાં.

ચાલ થોડીવાર બીજી વાત કરીને જોઇએ,

આ વાત તો ખૂટશે નહિં એમ કંઇ સહેજમાં,

ક્યાં કહુ છુ દોસ્ત તુ રડ વાત વાતમાં,

છે રંજ કે તારાથી કયાં હસાય છે સહેજમાં ?

ડૉ મુકેશ જોષી


Posted

in

by

Tags:

Comments

Leave a Reply