કંકોતરી

કંકુ છાંટી કંકોતરી મોકલો ,

એમાં લખજો વહાલી બેની ના નામ ,લગન આવ્યા ઢૂંકડા.

બેન ના દાદા આવ્યા ને , દાદી માં આવશે ,

બેન ની માતાનો હરખ ન માંય , લગન આવ્યા ઢૂંકડા .

બેન ના કાકા આવ્યા ને કાકી આવશે ,

બેન ના ફોઈબા નો હરખ ન માંય , લગન આવ્યા ઢૂંકડા.

બેન ના મામા આવ્યા ને મામી આવશે ,

બેન ના માસીબા નો હરખ ન માંય , લગન આવ્યા ઢૂંકડા .

બેન ના વીરા આવ્યા ને ભાભી આવશે ,

બેન ની  સખીઓ નો હરખ ન માંય , લગન આવ્યા ઢૂંકડા .

Leave a Reply