ચાતુર્ય અને ચાલાકી વચ્ચે તફાવત છે પુત્રી!આ વિશ્વ ચાલાક છે એમ તું નહી માનતી,
એ ચતુર છે એમ માનજે ,અને તું પણ ચતુરાઈ રાખજે .બીજાની પ્રશંસા કરીને કશુક પડાવી લેવું
એ ચતુરાઈ નથી, એ તો ચાલાકી છે .બીજાનું સુખ ઓંછું કર્યા વિના,આપણું સુખ જાળવી રાખવું એ ચતુરાઈ છે .બીજાના હિતોને નુકસાન કર્યા વિના પોતાના હિતની સુરક્ષા કરવી એ ચતુરાઈ છે .
બીજાને અશાંત કર્યા વિના આપણે શાંતિ માણવી,બીજાને તડકો આપ્યા વિના આપણે છાંયો મેળવવો,
અન્યને ઠોઠ સાબિત કર્યા વિના હોશિયારી દાખવવી,અન્યને પાછળ રાખ્યા વિના આપણે આગળ નીકળવું,બીજાને હરાવ્યા વિના આપણે સતત જીતતા રહેવું એ બધું અઘરું છે દિકરી .અને એટલે જ એમાં ચાતુર્યની જરુર પડે છે,તારામાં રહેલું ચાતુર્ય, મારી નિરાંત છે .
ચતુરાઈ
by
Tags:
Leave a Reply