ચાઈનીઝ વાનગી
ચાઉ ચાઉ
સામગ્રી
300 ગ્રામ ફણસી
10 દાંડી સેલરીની ભાજી
200 ગ્રામ કેપ્સિકમ
300 ગ્રામ ગાજર
એક ચમચી આજીનો મોટો
એક ચમચી સોયા સોસ
સાંતળવા માટે તેલ
100 ગ્રામ નુડલ્સ
4 નંગ લીલી ડુંગળી
300 ગ્રામ કોબીજ
એક ચમચી ખાંડ
એક ચમચો કોનફલોર
સ્વાદ અનુસાર મીઠું
રીત
એક વાસણમાં પાણી ઉકાળો . પાણી ઉકળે એટલે તેમાં એક ચમચી તેલ, મીઠું અને નુડલ્સ નાખો . નુડલ્સ બફાય એટલે નીતારી લો . પછી ઠંડા પાણીથી ધોઈ નાખો .
ફણસી, સેલરીની ભાજી લાંબી દાંડીની જેમ સમારો . કેપ્સિકમમાંથી બી કાઢી નાખો . લાંબી સળી સમારો . ગાજરની વચ્ચેનો લીલો -સફેદ ભાગ કાઢી નાખો . લાંબી સળી જેવી ચીરીઓમાં સમારો . કોબી અને લીલી ડુંગળીના પાન સાથે સમારો . લીલી ડુંગળીના ગોળ પતીકા સમારો .
એક ડીપ ફાર્યપેનમાં તેલ ગરમ કરવા મૂકો . તેમાં બધું જ શાક, મીઠું અને આજીનો મોટો નાખો . તાપ તેજ રાખવો . શાક ચડી જાય એટલે તેમાં ખાંડ, સોયા સોસ અને બાફેલા નુડલ્સ નાંખો .
કોનફલોરને થોડા પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવો . આ પેસ્ટને પણ નાખો . હવે બધું ધીમા હાથે હલાવો . ઘટ્ટ થાય ત્યાં સુધી તાપ પર મૂકો . ગરમ – ગરમ પીરસો . આ વાનગી પર ચીલી સોસ અને ચીલી વિનેગર નાખીને પીરસવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે .
You must log in to post a comment.