ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું
ચાલ્યા જ કરું છું.

સંસારની પગથારને કોઇ ઘર નથી,
મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું.

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઇ ઘંટને બજાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું.

નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા જ કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: