ચાલ ઉભો થા અને માંડ ચાલવા,
આમ તો થાકી જઈશ ખાટલામાં.
જાત્રાએ તું ભલેને જઈ આવજે,
પહેલા જરા જોઈલે આટલામાં.
કંઠી જેવું બૂચ નહી ફાવે મને,
બાકી તો રહું છું જ ને બાટલામાં?
આમ પણ ઝાંખુ બધું દેખાય છે,
જાય શું જોઈ લેવામાં ચાટલામાં?
નદી, તળાવ ચિત્રમાં વાહ-વાહ,
હો તરસ્યો તો જોઈલે માટલામાં.
થોડી ક્ષણો હું ય ઈશ્વર હોઉં છું,
શું હશે એવું આ પૂજા-પાટલામાં?
– ર્ડા. મુકેશ જોષી
Leave a Reply