સૌ વાચક મિત્રો ને નાતાલ પર્વ ની શુભેચ્છા .શ્રી નીતિન વડગામા ની આ ગઝલ નવા વર્ષ માટે અને આજ ને મન ભરી ને માણીલેવા માટે સરસ વિચાર આપી જાય છે .
એક બે ત્રણ ચાર છોડી દે.
ઊગતો અંધકાર છોડી દે.
તોજ નમણી નિરાંત નિરખાશે,
તુ તને બારો બાર છોડી દે.
આપમેળેજ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.
આજની મહેકજ માણી લે,
કાલનો ઘેઘૂર ભાર છોડી દે.
હાથમાં લેવું પડે હલેસું પણ ,
માત્ર મનનો મદાર છોડી દે.
સુખની ચાવી તનેય સાંપડશે,
એક અમથી નકાર છોડી દે.
છેડ છાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.
પ્રાણ પ્રગટી જશે સ્વયંય એમાં,
શબ્દની સારવાર છોડી દે.
You must log in to post a comment.