ઈ . સ . ૧૯૭૧ માં ગાંધીજી વલિયા ગયા હતા . તેમની સાથે મહાદેવભાઈ દેસાઈ હતા . એક દિવસ સવારના સમયે ગાંધીજીએ તેમને રોટી બનાવવાનો આદેશ આપ્યો . તેઓં તો કયારેક ચૂલા પાસે બેઠાય નહોતા . તેઓં બોલ્યા –
` મારાથી કેવી રીતે થશે ?’
ગાંધીજીએ કહ્યું –
`વેલણ, લોટ અને પાણી તો છે, પછી કેમ ના બને ?’
મહાદેવભાઈએ લોટ ગુદાવાનો શરુ કર્યો . નજીકમાં એક સજ્જન બેઠા હતા . છુપી રીતે તેમની મદદથી આ કામ ચાલતું હતું . સ્નાન કરીને ગાંધીજી આવ્યા ને બોલ્યા –
` આ શું થઈ રહ્યું છે ? હું તો તમારી પાસે લોટ ગુદાવવા માગું છું . તમારી પાસે રોટી બનાવડાવવી છે.
ગાંધીજીનો અવાજ કઠોર હતો . મહાદેવભાઈના આંખમાં આસું આવી ગયાં . તેઓં સ્તબ્ધ બની ગયા.
ગાંધીજી પોતેત તેની પાસે બેઠા . રોટલી વણવાનું શીખવાડ્યું . પછી તેમની જ પાસે શેકાવી . એટલું જ નહી, જેવી પણ કાચી – પાકી બની, તે પ્રેમથી ખાવા લાગ્યા આ વખતે તેમની કઠોરતા અલોપ થઈ ગઈ હતી .
મહાદેવભાઈ ગળગળા થઈ ગયા ને બોલ્યા –
` આજે મારો જન્મદિવસ છે .’
ગાંધીજીએ જવાબ આપ્યો –
` સાચી વાત છે . તમારો જન્મ આજથી જ શરૂ થયો છે .’
જન્મદિવસ
by
Tags:
Leave a Reply