જાણવા જેવું

તમારા ઘરમાં ઈલેકટ્રીક પાવર વડે ચાલતાં ઘણાં સાધનો હશે . તેમાં કપડાં ધોવા માટેનું વોશીંગ મશીન પણ તમે જોયું જ હશે .આવા મશીનો નહોંતા ત્યારે કપડાં પથ્થરની લાદી ઉપર ઘસી ઘસીને ધોવાતાં અને મેલ કાઢવા માટે ધોકા પણ મારવામાં આવતાં . પરંતુ વોશીંગ મશીનમાં આ બધી પ્રક્રિયા મશીન વડે જ થાય છે . વોશીંગ મશીનની  શોધ 1797માં જેમ્સ કીંગ નામના વૈંજ્ઞાનિક કરેલી . જો કે તે હાથ વડે ચલાવવું પડતું . પરંતુ અત્યારે ઉપયોગમાં આવે છે તેવું ઈલેકટ્રીક વડે ચાલતું વોશીંગ મશીન  અમેરીકાના આલ્વા જે ફીશરે ૧૯૦૮ માં પ્રથમ વખત બનાવેલું . ત્યારબાદ ૧૯૫૧ માં અઓતોમેતિક વોશીંગ મશીન  શોધાયું અને હવે તો માઈક્રોચીપ વડે ચાલતાં ઈલેકટ્રીક વોશીંગ મશીન પણ બને છે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: