જાણો, સમજો  અને જીવન માં ઉતારો

પ્રતિષ્ઠિત ડો.જોબન મોઢાની આ પોસ્ટ 

કદાચ,તમારી આંખ ઉધાડે પણ ખરી…!

 

વૈદ્ય જોબન મોઢા અને વૈદ્ય નેહા ટાંક મોઢા દંપત્તિ 

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી, જામનગરમાં વર્ષોથી સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓને 

આયુર્વેદ ભણાવે છે તથા 

વિશ્વભરના દર્દીઓની આયુર્વેદ તથા પંચકર્મથી સારવાર કરે છે. તેમના દ્વારા આયુર્વેદના ગ્રંથોના આધારે તૈયાર કરાયેલી 

થોડી ટીપ્સ આ સાથે સાદર રજુ કરેલ છે…
તમારા દાદી અને નાની 

જે ખોરાક બચપણથી બનાવતા 

અને તમે ખાતા આવ્યા છે, 

એ પરમ્પરાગત ગુજરતી ખોરાક તમારા માટે શ્રેષ્ઠ છે…
દુનિયાની કોઈ જ વસ્તુ અમૃત કે ઝેર નથી. 

અતિરેક એને ઝેર બનાવે છે. 

સમજણ પૂર્વકનો ઉપયોગ અમૃત….!
જમવામાં હમેશા તાજો ગરમ ખોરાક લો….!
ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંમાં જે ટાઢાબોલ સલાડ પીરસે છે 

એ તમારા પેટ માટે ઓવરલોડ છે. 

એ આમ નામનું ઝેર પેદા કરે છે. 

જેનાથી તમારી સીસ્ટમ હેંગ થઇ શકે છે….!
હંમેશા સ્થાનિક કુદરતી રીતે પાકેલા ફળનું જ સેવન કરો. 

દા.ત. કેરી ગીર કે વલસાડની છે 

જયારે સફરજન કાશ્મીરના.. 

તો તમારા માટે કુદરતી રીતે પકાવેલી કેરી વધુ લાભદાયક છે. કૃત્રિમ ગેસ કે કાર્બાઈડથી પકાવેલા ફળોથી જોજન દુર રહો….
ડાયાબીટીસ હોઈ તો સફેદ ખાંડ ના ખવાય.

પણ આખું ફળ ખાઈ શકાય. 

સુપર માર્કેટમાં મળતા પેક્ડ ફ્રુટ જ્યુસ નહિ….!
બધા પ્રકારના તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ છે. 

ડબલ રીફાઇન્ડ તેલ કરતા 

ઘાણીએ મળતું તાજું તેલ વધુ સ્વાસ્થ્યકર છે….!
દૂધમાંથી દહીં, 

દહીં વલોવીને નીતારેલું માખણ 

અને એ માખણમાંથી ગરમ કરીને બનેલું ગીર ગાયનું ઘી 

ક્યારેય કોલેસ્ટેરોલ વધારે નહિ.
ભાવે, ફાવે અને પચાવી શકો એટલું ખાઓ તમતમારે… 

તમારા શરીરની બેટરી રીચાર્જ રહેશે….!
બ્રેકફાસ્ટ :- 

કંટાળા જનક, 

સ્વાદ વગરના કહેવાતા હેલ્થી ફૂડનાં નાસ્તા કરતા 

ઘરે બનાવેલી વઘારેલ રોટલી પણ વધુ સ્વાસ્થ્યપ્રદ છે.
ઈડલી, પૌંઆ, ચા ને ભાખરી, 

રોટલો ને માખણ વધુ સારા નાસ્તા છે…
ઉપવાસ કે એકટાણું કરતી વખતે 

ફરાળી પિત્ઝા, સાબુદાણા ખીચડી 

ઈત્યાદી થી પેટ ને ઓવરલોડ કરવાથી વધુ પાપમાં પડાય.
ઉપવાસના દિવસે ગરમ પાણી પીઓ 

અને જરૂર પડે તો પહેલા પ્રવાહી ખોરાક જ લો.

વધુ ભૂખ લાગે તો જ કોઈ ફ્રુટનું સેવન કરો…!
બી બટેટાની ખીચડી તમારું પેટ અને તબિયત બેય બગાડશે….!!
ઓટ એટલે ગુજરાતી માટે ભરતીઓટ વાળી ઓટ જ. 

ફરહાન અખ્તર ની જાહેરાત વાળી 

ઓટના પેકેટ ફૂડની ગુજરાતી બચ્ચાને જરૂર જ નથી… 

એના કરતા ઘરે બનાવેલો 

મકાઈ કે જવનો રોટલો વધુ સારો….!!
જ્યાં સુધી તમારા દાંત સલામત છે, 

ત્યાં સુધી કોઈ તૈયાર ફ્રુટ જ્યુસ પીવાનું જ નહિ. 

સીઝનલ ફ્રુટ ચાવીને ખાઓ….!!
તમે તમારી મોંઘી કારનું જીવની જેમ જતન કરો. 

અને સમયાંતરે સર્વીસ કરાવો છો. 

પણ તમારું જે અમૂલ્ય શરીર છે 

એની સર્વિસ વરસમાં કેટલી વાર કરો છો ?? 
મગનું પાણી દુનિયાનું શ્રેષ્ઠ ડીટોક્ષ છે. 

બે કે ત્રણ મહીને એક શનિવાર ખાલી મગ નાં પાણી પર રહો. આખા બોડીની સર્વિસ થઇ જશે. 
સપ્ટેમ્બર ઓકટોબર મહિનાઓ 

શરીરની “વિરેચનકર્મ” નામની સર્વીસ માટે 

શ્રેષ્ઠ મહિનાઓ છે.

નજીકના ક્વોલીફાઈડ અને અનુભવી પંચકર્મ વિશેષજ્ઞ પાસે હમણાં જ પહોચી ને પ્લાન બનાવી લો….!!
જુના રક્ત શાળી કે લાલ ચોખા શ્રેષ્ટ ચોખા છે. 

નજીકના સાઉથ સ્ટોરમાં મળી જશે.

હમેશા તમારા પેટ ને પૂછીને જમો…!! નહિ કે મનને.
તમારા પેટના ત્રણ ભાગ કલ્પો. 

એક ભાગ ઘન ખોરાક માટે, 

એક ભાગ પ્રવાહી માટે 

તથા એક ભાગ વાયુ માટે ખાલી રાખો….!!
બેકરીફૂડ અને મેંદો બધી રીતે હાનીકાર છે. 

બ્રેડ, બિસ્કિટ, કેક, પિત્ઝા, પાસ્તા 

એ ગુજરાતિઓ માટેનો ખોરાક નથી….!!
જમી ને સો ડગલા ચાલો…!!
કોઈ પણ શેમ્પૂ, હેર ક્રીમ, ટૂથપેસ્ટ અથવા જેલ 

આયુર્વેદિક હોઈ જ ના શકે. 
કહેવાતી આયુર્વેદિક કોસ્મેટીક પ્રોડક્ટ ના લેબલ 

ધ્યાન પૂર્વક વાંચો. 

ઘણી વાર એમાં 

૯૯.૯૯% ભાગ હાનીકારક રસાયણો જ હોય છે….!!
દાંત ને મજબુત રાખવા 

દાંત ને પેઢા પર તલના તેલ નું માલીશ કરો…

ચ્યવન્પ્રાશ જેવા રસાયન 

સવારે જયારે જઠરાગ્ની તેજ હોય ત્યારે ખાલી પેટ લેવાય….
સુર્યનમસ્કાર અને ઓમ પ્રાણાયામ 

તમારા શરીર અને મનને હેલ્થી રાખવામાં મદદ કરશે… !!
ભાખરી અને ખીચડી જેવા 

સાદા ગુજરાતી ફૂડ ઉપર રહીને 

એક માણસ ૬૪ વાર વરસની ઉંમરે 

રોજ ૧૮-૧૮ કલાક, 

થાક્યા વગર, 

એક પણ રજા લીધા વગર વર્ષોથી કામ કરે છે…!! 

તેમની પાસેથી થોડી પ્રેરણા લો…!!
સાદર,
વૈદ્ય નેહા ટાંક મોઢા

વૈદ્ય જોબન મોઢા

જામનગર

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: