બીજાના દુઃખનો વિચાર :
મારી દિકરી, બાળક હોવું અને
બાળપણથી વંચિત રહેવું એના જેવો
બીજો કોઈ અભિશાપ નથી .
આ દુનિયામાં અસંખ્ય બાળકો
એક પણ રમકડાં વિના ઊછરી રહ્યા છે
એનો તું કદીક વિચાર કરજે .
જયારે તારી આંખ સામે ભોજનથાળ હોય .
ત્યારે ઝૂપડીમાં માં પાસે
ટળવળતા ભૂખ્યા ચહેરાઓને તું સંભારજે .
ઘણાં બાળકોને મળે છે માત્ર
ચોકલેટના ખાલી કાગળ વીણવા .
તેમને ખબર નથી કે ચકડોળમાં બેસીને
આકાશ સાથે શી રીતે દોસ્તી થાય,
મારી દિકરી, બીજાના દુઃખનો વિચાર કરીએ
ત્યારે ધર્મની શરૂઆત થાય છે,
શક્ય છે કોઈક સારા ક્રાંતિકારી વિચાર વડે
તું એમના આંસુ લુછવાનો
જાદુઈ રૂમાલ શોધી કાઢે,
જેની સદીઓંથી આ વિશ્વને પ્રતીક્ષા છે .
Leave a Reply