જીવદયા

જીવદયા
એક માણસ સવારના પહોરમાં દરિયાકિનારે લટાર મારવા નીકળ્યો .
એ વખતે તેની નજર એક વૃદ્ધ માણસ પર પડી .
એ માણસ વૃદ્ધ પાસે ગયો . તેને જોયું તો ભરતીમાં તણાઈ આવેલી મોટી  માછલીઓંને પકડીને તે થોડે આગળ જઈ  દરિયામાં છોડી આવતો હતો .
પેલા માણસને આશ્ચર્ય થયું . તેણે વૃદ્ધને પૂછ્યું : ` તમે વ્યર્થ શ્રમ કરો છો ! આટલી બધી અસંખ્ય માછલીઓં તણાઈ આવી છે, તેમાંથી કેટલી બચાવી શકશો ? તમે નિરર્થક દોડાદોડી કરો છો . તમારા પ્રયત્નથી કશો ફેર પડશે નહિ ?’
વૃદ્ધે જવાબ આપતા પહેલા એક માછલી દરિયામાં છોડી, પછી કહ્યું : ` શો ફેર પડશે તેની મને કશી ખબર નથી . પરંતુ જે માછલીઓંને મેં પાણીમાં છોડી જીવ બચાવ્યો છે તેને તો ઘણો બધો ફેર પડશે ને !’
– અને વૃદ્ધ બીજી એક માછલીને પકડી દરિયાના પાણીમાં છોડવા લાગ્યો .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply