આજ નો દિવસ મને લાગે બહુ વહાલો ,
કે મારા જીવનસાથી નો જન્મદિન છે આજે .
ઓ રે મારા સાથી તમને ભેટ હું શું આપું ?
સાથ નિભાવીશ સદાય , વચન હું એ આપું ,
ખુશ રહો તમે સદાય એ પ્રયત્ન છે મારો ……………કે મારા જીવન સાથી
સફલ થાય જીવન માં સૌ પ્રયત્નો તમારા ,
કદી ના ફરકે પાસ દુઃખ ના પડછાયા ,
પ્રભુ કૃપા થી રહે સદા આપણો સથવારો ………..કે મારા જીવનસાથી
દરેક જન્મદિન તમારો ઉજવીશું સાથે ,
હાથ પકડી એકમેક ના ચાલીશું સંગાથે ,
મુબારક તમો ને મારી અંતર ની પ્રીતડી ………..કે મારા જીવનસાથી
—————–માયા રાયચુરા .
Leave a Reply