જેણે આપણ ને સમય આપ્યો તેનાં માટે આપણ ને સમય નથી. પ્રભુ એ આપણ ને આ ધરતી પર નિશ્ચિત સમય માટે મોકલ્યા છે. મરવા નો સમય પણ નક્કી જ છે .આપણ ને મળેલા સમય નો કેવો ઉપયોગ કરવો એ આપણે વિચારવાનું છે. એની આ જગત રૂપી સુંદર રચના ને માણવી જરૂર પણ એમાં ખોવાઈ ના જવાય એ ધ્યાન રાખવું જોઈએ . પરમપિતા નો હાથ પકડી ને ફરશું તો આ જગત ની મધુરતા માણી શકીશું.પણ આપણે તો એને સાવ જ ભૂલી ગયા. ભુલભુલામણી માં એવા ભરમાઈ ગયા કે બહાર નીકળવાનો રસ્તો જ ભૂલી ગયા . સમય નું પણ ભાન ના રહ્યું .જીવન અને મરણ ના બે કાંઠા વચ્ચે જ અથડાતા રહ્યા અને જીવન નો હેતુ શું હતો એ પણ ભૂલી ગયા.બસ સમય નથી , સમય નથી ની ફરિયાદ કરતા રહ્યા .શું પ્રભુ એ આપેલા ૨૪ કલ્લાક માંથી ૨૪ મીનીટ પણ આપણે એના માટે વાપરીએ છીએ ? જો ના, તો વિચારજો કે તમને જેના માટે સમય નથી એને પણ તમારા માટે સમય નથી.કાં કે કોઈ ને શ્વાસ ઉછીના મળતા નથી.માટે જ સમય સમય બળવાન છે નહી મનુષ્ય બળવાન, કાબે અર્જુન લુંટીયો વહી ધનુષ વહી બાણ. માટે જ હંમેશા સંજોગો સામે લડો પણ સમય સાથે સમાધાન કરો ..
જેણે આપણ ને
by
Tags:
Leave a Reply