જોબનીયું

જોબનીયું  આજ  આવ્યું ને કાલ જાશે , જોબનીયું કાલે જાતું રહેશે .

જોબનીયા ને આંખ્યું ના ઉલાળા માં રાખો ,

જોબનીયા ને  માથા ના  અંબોડા માં રાખો ,જોબનીયું  કાલે જાતું રહેશે .

જોબનીયા ને હાથ ની હથેળી માં રાખો ,

જોબનીયા ને ચુંદડી ના પાલવ માં રાખો , જોબનીયું કાલે જાતું રહેશે .

જોબનીયા ને કેડ ના કંદોરા માં રાખો ,

જોબનીયા ને પગ ની  ઝાંઝરીઓ માં રાખો .જોબનીયું કાલે જાતું રહેશે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: