ટેસ્ટી ચાટ

ટેસ્ટી ચાટ :-સામગ્રી :- લીલા વટાણા , લીલા ચણા ,લીલી તુવેરો  ના દાણા ૧ કપ , બાફેલા બટાકાં ના ટુકડા  ૧ કપ , ટામેટું બારીક કાપેલું ૧ કપ , લીલી ચટણી ,ફુદીનો ૪ થી ૫ પાન, ખજુર , આંબલી ની ચટણી , મીઠું સ્વાદ મુજબ , મરી પાવડર ૧ ટી સ્પુન , બારી કાપેલા લીલા મરચા ૧ ટી સ્પુન , કોથમીર સજાવટ માટે , દહીં ૨ થી ૩ ચમચી , ઝીણી સેવ ૨ થી ૩ ટે સ્પુન ,લીલી ,ડુંગળી બારીક કાપેલી  ૨ થી ૩ ચમચી પાન સાથે , લસણ ની ચટણી ૨ ટી સ્પુન , ચાટ મસાલો ચપટી .

રીત :-સો પ્રથમ વટાણા, ચણા અને તુવેરો ને મીઠું નાંખી બાફી લો . બફાઈ જાય પછી ઠરે એટલે એક બાઉલ માં આ દાણા , બટાકા ના ટુકડા ,ટામેટું , લીલા મરચા બધું મિક્સ કરો ફૂદીના ના પાન ને ઝીણા સુધારી તેમાં નાંખો .લીલી ડુંગળી પણ એમાં નાંખો સ્વાદ મુજબ મીઠું , ચાટ મસાલો , મરી પાવડર નાંખો . હવે એક પ્લેટ માં આ મિશ્રણ લો .તેની ઉપર દહીં ,લીલી ચટણી , ખજુર ની ચટણી અને લસણ ની ચટણી નાંખો, ઝીણી સેવ ઉપર ભભરાવો .   કોથમીર થી સજાવી સર્વ કરો .

જો ચટણી કે દહીં કે સેવ નો ઉપયોગ ના કરવો હોય તો સાવ સાદી અને સરળ બાકીની સામગ્રી મિક્સ કરી ને પણ ખાઈ શકાય .

Leave a Reply