ડોળ ( ગોળી ) નુ શાક

સામગ્રી :- ૧ કપ દહીં ,બેસન ૩-૪ ટે સ્પુન , મીઠું સ્વાદ મુજબ ,લાલ મરચા નો પાવડર ૧ ટી સ્પુન ,હળદર પાવડર ૧/૪ ટી સ્પુન ,ધાણાજીરું પાવડર ૧/૪ ટી સ્પુન ,લસણ ,આદુ, મરચા ની પેસ્ટ ૧ ટી સ્પુન ,કોથમીર સજાવટ માટે ,તેલ ૨-૩ ટે સ્પુન ,ગરમ મસાલા નો પાવડર ૧/૨ ટી સ્પુન .વઘાર માટે રાઈ ,જીરું અને હિંગ પાણી જરૂર પૂરતું .

રીત :- સૌ પ્રથમ બેસન લો .તેને ચાળી એમાં બધા મસાલા નાખો .એમાં જરૂર પૂરતું પાણી નાખી નાની ગોળી વળે તેવો લોટ  બાંધો.નાની નાની ગોળી વાળી લો .હવે એક કડાઈ માં તેલ મુકો .તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ,જીરું વારા ફરતી નાખો .રાઈ જીરું તતડી જાય એટલે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો .હવે નાની નાની ગોળીઓ વાળી હતી એ નાખી સાંતળો .હવે દહીં માં ૧ કપ પાણી નાખી ઝેરી લો .આ છાશ નાખી થોડીવાર ઉકળવા દો. બરાબર ચડી જાય પછી ગેસ બંધ કરી ગરમ મસાલા નો પાવડર અને કોથમીર નાખો .બાજરી ના રોટલાં અથવા ભાખરી કે પરોઠા સાથે ગરમ ગરમ શાક પીરસો . બેસન માં પાલક નો રસ અથવા ઝીણી સુધારેલી ભાજી પણ નાખી શકાય .

ઘર માં થી જ બધી વસ્તુ મળી રહે અને જલ્દી બની પણ જાય એવું શાક .પાલક નો રસ અથવા મેથી ની ભાજી નાખી ગ્રીન અને ટામેટા નો રસ નાખી રેડ કલર ની અલગ અલગ ગોળીઓ બનાવી નાખવા થી શાક વધુ સ્વાદિષ્ટ અને આકર્ષક લાગવાથી નાના મોટા બધા ખાવા લલચાય છે .અને પાછું હેલ્ધી તો ખરુંજ બરાબર ને ! તો આજેજ થઇ જાય .

મને જરૂર જણાવજો હોં કે શાક કેવું બન્યું ? ભાવ્યું કે નહી ?તમારો રિસ્પોન્સ મને બીજી રેસીપી લખવા પ્રેરશે .

Leave a Reply