દાદાજી અમારા વહાલ નો દરિયો – જીજ્ઞાસા ચોકસી

મારી એક બચપન ની સખીએ મને વોટ્સેપ પર એક સરસ રચના મોકલી છે .જે હું એના નામ સાથે આપ સૌ સાથે શેર કરું છું .ગમશે ને ?

દાદાજી અમારા વહાલ નો દરિયો ,

ભલે જીવન એમનું રહ્યું ખારું ,,

પણ સિંચ્યા એમણે મીઠા ફળ ના વૃક્ષ…………દાદાજી  અમારા વહાલ નો

ભરતી આવી ,ઓટ આવી ,

આવી જીવન માં સુનામી ,

છતાંય સદાય જીવ્યા એ સંઘર્ષ થી ………..દાદાજી અમારા વહાલ નો

મનોબળ એમનું વજ્ર સમું ,

મહેનત માં એ મધમાખી સમ ,

લાડ એમના મીઠા મધ સમ …………………દાદાજી અમારા વહાલ નો

ચડતા પડતા કરોળિયા ની જેમ ,

પંચોતેર વર્ષે સત્તાવન નું જોમ,

ગૂંથ્યું એમણે સુંદર ઘર નું જાળું ………………દાદાજી અમારા વહાલ નો

રચિયતા – જીજ્ઞાસા ચોકસી .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: