દિવસો જુદાઈ ના જાય છે.

દિવસો જુદાઈ ના જાય છે,એ  જશે જરૂર  મિલન સુધી ,

મારો હાથ  ઝાલી ને  લઇ  જશે ,મુજ શત્રુ ઓ  જ  સ્વજન  સુધી.      દિવસો   જુદાઈ ના જાય છે.

ન  ધરા  સુધી   ન   ગગન  સુધી,   નહી   ઉન્નતી   ન   પતન  સુધી ,

ફક્ત   આપણે  તો  જવું  હતું  બસ  એકમેક  ના  મન સુધી .    દિવસો  જુદાઈ ના જાય  છે.

હજી  પાથરી ના શક્યું સુમન , પરિમલ   જગત ના  ચમન સુધી ,

ન   ધરા ની હોય જો  સંમતિ, મને  લઇ  જશો  ના  ગગન  સુધી.    દિવસો  જુદાઈ  ના  જાય છે.

છે   અજબ  પ્રકાર  ની  જિંદગી ,કહો   એને  પ્યાર ની  જિંદગી  ,

ન રહી  શકાય જીવ્યા  વીના,  ન  ટકી શકાય જીવન સુધી .  દિવસો  જુદાઈ  ના જાય  છે .

તમે  રાંક  ના  છો  રતન  સમાં ,  ન મળો  એ  આંસુઓ   ધૂળ માં ,

જો  અરજ   કબુલ હો   આટલી  , તો   હ્રદય  થી જાઓ   નયન  સુધી.   દિવસો  જુદાઈ ના જાય .

તમે  રાજ રાણી    ના   ચીર  સમ  , અમે  રંક  નાર  ની ચુંદડી ,

તમે  બે   ઘડી   રહો   અંગ  પર ,  અમે   સાથ  દઈએ   કફન  સુધી. દિવસો   જુદાઈ  ના  જાય છે.

જો હ્રદય  ની  આગ   વધી   ‘ગની’  , તો  ખુદ   ઈશ્વરે  જ  કૃપા  કરી ,

કોઈ   શ્વાસ   બંધ  કરી ગયું,   કે  પવન   ન  જાએ   અગન   સુધી.  દિવસો જુદાઈ  ના  જાય  છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: