દીકરી

                             અછાંદસ રચના
મારે તને કઈ કહેવાનું ન હોય 
હે દિકરી, તું જાણે છે ? કે પુત્રીનો જન્મ થયા પછી
દુનિયાના દરેક પિતાની એક જ પ્રાર્થના હોય છે,
` મારી દીકરીને સુખી કરજો .’
પિતા કહે છે ,
મારી દીકરીને એક કાંટો વાગવાનો હોય
તો ભલે મને હજાર કાંટા વાગજો,
પણ એના માર્ગમાં તો ફૂલો જ ફૂલો હજો .
હે પુત્રી, તારા સુખ માટે મારે શબ્દની જરૂર નથી,
કારણ કે દરેક પિતાનું હૃદય જ સ્વયં
પુત્રીના સુખનું રટણ કર્યા કરતું હોય છે .
કોણ જાણે કેમ પણ સમજણની બાબતમાં
કુદરતે પણ દિકરીઓંનો પક્ષપાત કર્યો છે
અને એટલે જ મારે જે કઈ તને કહેવાનું હોય,
એ બધું જ બેટા,  તું અગાઉથી જ જાણે છે .
તું સતત મને ખાતરી કરાવે છે કે
તું એ બધું જ ખરેખર જાણે છે
જે મારે તને કહેવાનું છે .
અને એટલે જ મારી વહાલી પુત્રી,
મારે તને કઈ જ કહેવાનું ન હોય .

Posted

in

by

Tags:

Comments

Leave a Reply