દોડી દોડી થાક્યો હવે ને ઉંમરે પાક્યો હવે ,
જિંદગી આખી ખુબ રઝળપાટ કરી ,ને કાયા પણ કરમાય હવે .
મદદ સૌ ની કરતો ને વાહ વાહ પણ લુંટતો ,
વિશ્વાસ મુક્યો જેની ઉપર એણે જ મને લુંટ્યો.
જીવ્યો જેમ સ્વમાન થી એમ મરવા પણ દો મને ,
ખેલ કુદરત ના બધા નિહાળી ચુક્યો ,હવે કોઈ વાત નો રંજ નથી .
દરેક સ્થિતિ માં હું ખુશ રહ્યો પ્રભુ !તારી ઈચ્છા એ મારી ,
હવે તું પણ જાણી લે હે પ્રભુ!મન ની વાત મારી .
-માયા રાયચુરા .
Leave a Reply