મારી દોસ્તી અનોખી ને મારા દોસ્ત પણ અનોખા ,
કહેવાય સહુ વૃક્ષ પણ ફલ ફૂલ પાન બધાના નોખા નોખા ,
દરેક ના ખીલવા ના અંદાજ નોખા નોખા ,
પણ આપે સહુ ને આનંદ એક સરખા .
મેં તો દોસ્તી કરી મારા આંગણ માં ખીલેલા વૃક્ષો સાથે . મારા એ મિત્રો મને ખુબ જ વ્હાલા છે .મને એની ડાળીઓ નું હવા ની લહર સાથે આમતેમ ઝુમવું એ જોવું ગમે . એક સારા મિત્ર ની જેમ જ મને એમનો સથવારો છે .એમને જોતાં જ ઉદાસ મન ફરી પાછુ આનંદિત થઈ જાય . એમનો કોમળ સ્પર્શ અને ભીનાશ મને પણ આદ્ર બનાવી દે . એમને પાણી પાતાકેટલીયે વાતો કરી લઈએ. મન પ્રસન્ન થઈ જાય.પાન પીળું ખરી પડે તો દુઃખ થાય અને નવી કુંપળ ફૂટે તો અનહદ આનંદ થાય .એ ખીલે તો હું પણ ખીલુ અને એ મુરઝાય તો હું પણ મુરઝાઉ .એમને ગમે તવા વિપરીત સમય માં પણ અડીખમ ઉભેલ જોઈ મને જીવનમાં ઘણું શીખવાનું મળે .એમની પરોપકારિતા મને આકર્ષે છે ઘટાદાર વૃક્ષ ની બખોલ માં માળા બાંધતા પંખી , ફૂલો નો પમરાટ અને ભમરાનો ગુંજારવ ,કોયલ ના મીઠા ટહુકા રોજ સાંભળી પલ્લવિત થઈ જાઉં .બોલો ,કોને આવા દોસ્ત ના ગમે ?ઠંડી તડકો વરસાદ સઘળું સહન કરે પણ બીજા ને શીતળતા અને આનંદ આપે .અરે પત્થરમારે તેને પણ ફળ આપે એવા મારા દોસ્તો જેવા બીજા દોસ્ત મળે ખરા ?વિચારજો અને જો તમને પણ મન થાય તો મારી જેમ આવા દોસ્ત બનાવી લેજો .એતો બહુ ભલા છે તરતજ દોસ્ત બની જશે . તો હવે એડ કરી દો તમારા જીવન માં આ દોસ્તો ને અને ગેરંટી મારી કન્ફર્મેશન તરતજ મળી જશે .કા કે એપણ આપની દોસ્તી માટે તડપે છે .તો બધાને હેપી ફ્રેન્ડશીપ ડે.આજના દિવસે આ સરસ કાવ્ય કેમ ભુલાય .
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયા માં વહ્યા કરે ,
શુભ થાઓ આ સકળ વિશ્વ નું એવી ભાવના નિત્ય રહે .
ગુણ થી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે ,
એ સંતો ના ચરણ કમળ માં મુજ જીવન નું અર્ધ્ય રહે .
માર્ગભૂલેલા જીવન પથિક ને માર્ગ ચિંધવા ઉભો રહું ,
કરે ઉપેક્ષા એ મારગ ની તો એ સમતા ચિત્ત ધરું .
Leave a Reply