દ્વાર હો તો કહી શકો કે બંધ છે

દ્વાર હો તો કહી શકો કે બંધ છે,
ભીત છે ને ભીતથી સંબંધ છે .
આંસુ મારા વેચવા જે નીકળ્યો,
એ જ મારો ખાસ ભાઈબંધ છે .
એક પંખી, એક પિંજર આ તરફ,
આ તરફ આકાશ આ નિબંધ છે .
હા, બંધુ છોડી દીધું છે આમ તો,
આમ તો પાછો ઋણાનુબંધ છે .
આ મૃતકની આંખને ના બંધ કર,
ત્યાં ઘણી ઈચ્છા હજી અકબંધ છે .

Leave a comment

%d bloggers like this: