ધૂળિયે મારગ- મકરંદ દવે
કોણે કીધું ગરીબ છીએ ?કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે,થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બેંક બેઠી છેઆપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જોઆપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તાબાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખેમાથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં છે આવો લાભ ?
સોનાની તો સાંકડી ગલી,હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાંજીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથુંઆપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,ધૂળિયે મારગ ચાલ !
——-મકરંદ દવે
You must log in to post a comment.