નસીબ –
જે માણસો ની ખુબ જ જરૂર હોય છે ,તેઓ ભાગ્યે જ મળે છે .
જેની કોઈ જ જરૂર હોતી નથી તેમનો સંગાથ છૂટવો મુશ્કેલ હોય છે .
જેમની પાસે જવાનું ખુબ ગમે છે તેમની પાસે જઈ શકાતું નથી .
જેમની પાસે જવાનું મન પણ થતું નથી ત્યાં જાવું જ પડે છે .
જયારે જીવન જીવવું ગમતું નથી ત્યારે કાળ પૂર્ણ થતો નથી .
જીવન માં શરૂઆત માં જેમાં અર્થહીનતા લાગે છે ,તેમાં જ ખુબ ગહન અર્થ રહેલો હોય છે .
આવું આયુષ્ય ના અંત માં સમજાય છે .
જયારે જીવન નો સાચો અર્થ સમજાય છે સમય પૂર્ણ થઇ ગયો હોય છે .
આનું નામ જ નસીબ .ગમે તેટલી સાવધાની રાખીએ તો પણ ત્યાં કોઈ નું જ ચાલતું નથી .
જ્યાં તે લઇ જાય ત્યાં જાવું જ પડે છે .
પ્રારબ્ધ અને પુરુષાર્થ વડે સહન શક્તિ ,સુઝ અને સંવેદના પ્રાપ્ત થાય એવી આજ ના દશેરા ના દિવસે શુભકામના .
Comments
You must log in to post a comment.