ના ના નહી આવું ,મેળે નહી આવું – હરીન્દ્ર દવે

સાતમ આઠમ ના મેળા સોરાષ્ટ્ર માં ખુબ વખણાય છે .ચાલો એ મેળા ની યાદો થોડી તાજી કરી લઈએ .લતાજી ના કાંઠે ગવાએલું  આ સુંદર ગીત આપણ ને મેળા માં પહોચાડી મીઠા સ્મરણો માં તરબતર કરી દેશે .તો ચાલો સાંભળીએ .

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું,
મેળાનો મને થાક લાગે.

ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી ?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી ?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી ?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો ?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો ?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો ?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

–  હરીન્દ્ર દવે

Published by Maya Raichura

hello, Jai Shree Krishna. I'm maya raichura, a housewife. I was born in Ahmadabad and I studied at H.A college of commerce . Currently I live in Mumbai - Borivali.I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: