શ્રી બરકત વિરાણી ‘ બેફામ ‘ સાહેબ ની મને આ ખુબ જ ગમતી રચના આપ સૌ સાથે શેર કરું છું. આશા છે આપ સહુ ને પણ ગમશે .
નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના
તમને પારકા માનું કે માનું પોતાના
નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના
તમને પારકા માનું કે માનું પોતાના
વાગ્યા નજરોનાં તીર, થયું મનડું અધીર
શાને નૈન છૂપાવો ઘૂંઘટમાં
શરમાઈ ગઈ, ભરમાઈ ગઈ
મેં તો પ્રીત છૂપાવી અંતરપટમાં
મનમાં જાગ્યા ભાવ મજાના, જાણે થઈએ એકબીજાનાં
તમને પારકા માનું કે માનું પોતાના
મળે હાથમાં જો હાથ, મળે હૈયાનો જો સાથ
મને રાહ મળે મંઝીલની
રહે સાથ કદમ, હોય દર્દ કે ગમ
દુનિયાથી જુદી છે સફર દિલની
સાથે કોના થઈ રહેવાના, કહી દો દિલનાં કે દુનિયાનાં
તમને પારકા માનું કે માનું પોતાના
Leave a Reply