પર્ણ – ડૉ મુકેશ જોષી

શું થયું આ પર્ણ ને કોને ખબર ?

કેમ એ પડ્યું ખરી કોને ખબર ?

કાલ સુધી તો એ લીલુંછમ હતું,

કેમ પીળું થઇ ગયું કોને ખબર  ?

રસ નસેનસ માં એના ભર્યો હતો ,

કોણ સુકવી એ ગયું કોને ખબર ?

પ્રાણવાયુ સૌ ને પહોંચાડનાર ના

શ્વાસ માં શું ખૂટ્યું કોને ખબર ?

એમ તો લાખો છે બગીચા માં હજુ ,

કેમ એ વિશેષ હતું કોને ખબર ?

Leave a Reply