પાછું વળી જોઈ લેવામાં જાય શું ?

પાછું વળી જોઈ લેવામાં જાય શું ?

એક વાર પૂછી જોવામાં જાય શું ?

જે  પણ હશે જવાબ, એ ચાલશે,

અવાજ તો એ હશે, તારું જાય શું ?

દૂરથી લાગે છે પહાડ સમ આ,

ફૂંક એક મારી જોવામાં જાય શું ?

હોય છે એને તો સઘળી ખબર,

વાત કાને નાંખી જોવામાં જાય શું ?

ધાર્યું ધણીનું થાય છે, એ જાણું છું,

તોય સહેજ ધારી જોવામાં જાય શું ?

પ્રાસ-છંદ,  ખૂબ  અઘરાં  હોય છે,

દિલ કહે તો લખવામાં જાય શું ?

                                      – ર્ડા મુકેશ જોષી


Posted

in

by

Tags:

Comments

Leave a Reply