પાળિયા ની જેમ કાં ખોડે મને

પાળિયા  ની  જેમ  કાં  ખોડે  મને ,  રાખ  તું  હર્દય   જોડે  મને ,

બહાર થી  પુરેપુરો  અકબંધ  છુ ,કોઈ  ભીતર  માં  રહી  તોડે  મને ,

પહાડ  છુ  જીરવી   લઉં    ઘા , પાષાણ ના , કેટલા  ઝરણા  સતત  ફોડે  મને ,

તારી  પાસે  આવતો  સૌરભ  બની, શ્વાસ  માં  લે   કેમ   તરછોડે   મને ,

જાત માં  જાતે  થયો   છુ  કેદ  હું, કોણ  છોડાવે   અગર  છોડે  મને,

Leave a comment

%d bloggers like this: