પિતા કદી મરતા નથી

બાપુજી ની વસમી વિદાય ને એક વરસ અને બે મહિના થયા .એક પણ દિવસ એવો ગયો નથી કે તમને ભૂલ્યા હોય .કેવી રીતે ભુલાય કારણકે તમે તો અમારા દરેક ધબકાર માં સ્વસો છો .વાત્સલ્ય ના તમારા અમી ઝરણા અને તમારા સંસ્કારો ના રૂપે તમે અમારી સાથે હરપળ જીવો છો . કાનાના લગ્ન માં તમારો  જન્મ દિવસ ઉજવ્યો ત્યારે ક્યાં ખબર હતી કે આ તમારો છેલ્લો જન્મ દિવસ ઉજવીએ છીએ .બાપુજી તમારા અનેક રૂપ મે જોયા છે અને દરેક રૂપ માં મને તમારા જાજરમાન વ્યક્તિત્વ ના દર્શન થયા છે .સુખ દુઃખ માં સમાનતા ના ભાવ રાખી જીવન પથ પર આગળ વધતા રહેવું એવો તમારો અડગ નિર્ધાર અને પ્રભુ પ્રત્યે ની નિષ્ઠા અને વિશ્વાસ તમારા જીવન નું પ્રેરક બળબની રહ્યા નવી જૂની બન્ને પેઢી માટે તમે આદર્શ હતા અને સહુ ના માર્ગદર્શક પણ . હાથ માં કામ અને મુખ મા પ્રભુ નું નામ એ તમારો જીવન મંત્ર સહુ ને પ્રેરણાના  પીયૂષ  પાતો રહ્યો .બાપુજી પહેલા આંસુ આવતા ત્યારે તમે યાદ આવતા અને આજે તમે યાદ આવો છો ને આંસુ થી આંખો ઉભરાઇ જાય છે .બસ હવે વધુ લખી શકું તેમ નથી .ગળે ડૂમો ભરાઈ જાય છે .આપ ને આ ગીત સાથે  શ્રદ્ધા સુમન સમર્પણ .

બાપુજી, જય શ્રી કૃષ્ણ .

Leave a Reply