પુરુષ માંથી બાપ બને છે

​*પુરુષ માંથી બાપ બને છે*
પત્ની જયારે પોતાની માં બનવાની 

ખુશખબર આપે, અને તે ખબર  સાંભળીને આંખમાંથી ખુશીના 

આંસુ ટપ- ટપ પડે

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._

                              

નર્સે હાથમાં જયારે વીંટળાયેલો થોડાક જ…અમુક પાઉન્ડ નો જીવ સોંપ્યો  ને જવાબદારીના પ્રચંડ ભારનું ભાન કરાવ્યુ 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
રાત- અડધી રાતે પત્ની સાથે બાળકના ડાયપર બદલવા જાણવું ને બચ્ચાને કમરમાં તેડીને ફરાવતા ચુપ કરે 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
મિત્રો સાથે સાંજે નાકે મેળાઓ અને પાર્ટીઓ જયારે નીરસ લાગે, 

એ જ પગલાં જ્યારે ઘર તરફ દોટ મુકે

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
” અરે લાઈન કોણ લગાડે ” અને હંમેશ સિનેમાની ટીકીટ બ્લેકમાં ખરીદે 

એ જ વ્યક્તિ, બચ્ચાની શાળાના 

ફોર્મ માટે વહેલી સવારથી કલાકો 

ના કલાકો ઈમાનદારીથી ઉભો રહે 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
જેને ઉંઘમાંથી સવારે ઉઠાડતા  ઘડિયાળના અેલામઁ કંટાળતા, એ જ આજે નાજુક બબલુના હાથ 

અથવા પગ ઉંઘમાં પોતાના શરીર 

નીચે ના આવે માટે વારે ઘડીએ રાતે ઉઠીને જોઇને સાવધાનીથી સુધી 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
સાચા જીવનમાં એક જ ઝાપટમાં કોઈને પણ પછાડી શકે એ જ

જયારે બચ્ચા સાથે ખોટી ફાઈટીંગમાં બચ્ચાની નાજુક ચપાટ ખાઈને 

ભોયમાં આળોટવા માંડે 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
પોતે ભલે ઓછુ-વધુ ભણ્યો હશે પણ, ઓફીસેથી આવીને છોકરાને 

“હોમ વર્ક બરાબર કરજે”

કડકાઈ થી કહે 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
“કાલ કોણે જોઇ છે?” કહીને મોજ મજા કરનારો અચાનક છોકરાના આવતીકાલ માટે આજે બચત કરવા લાગે 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
ઓફિસમાં અનેકોના બોસ બનીને 

હુકમ છોડવાવાળો, શાળાના 

PTM માં વર્ગશિક્ષક સામે ગભરુ બનીને દાખલ થાય, પુરેપુરી INSTRUCTION સાંભળે 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
પોતાના પ્રમોશન કરતા પણ તે  શાળાની સાદી યુનિટ ટેસ્ટના રીઝલ્ટની વધારે કાળજી કરવા લાગે 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
પોતાના જન્મદિવસના ઉત્સાહ  કરતા,  છોકરાના બર્થડેપાર્ટીની તૈયારીમાં અટવાઈ જાય 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._

                               

સતત કારમાં ફરનારો જયારે છોકરાના સાઇકલની સીટ પકડીને પાછળ ભાગે 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
પોતે જોયેલી દુનિયા અને પોતે કરેલી  ભૂલો છોકરાઓ ના કરે માટે તેમને પ્રીચિંગ કરવાની શરૂઆત કરે 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._

                                

છોકરાના કોલેજના પ્રવેશ માટે ગમે ત્યાંથી રૂપિયા લાવે, અથવા સારી ઓળખાણવાળા સામે બે હાથ જોડે 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
“તમારો સમય અલગ હતો, 

હવે જમાનો બદલાઇ ગયો, 

તમને કાઈ ખબર નહિ પડે, 

“This is generation gap” 

આવું વાક્ય કે એણે જ ક્યારેક બોલેલા સંવાદ એને જ સાંભળવા મળે ત્યારે બાપુજીને યાદ કરી, હળવા થઈને મનમાં ને મનમાં માફી માંગી લે 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
છોકરો પરદેશ જાશે, છોકરી લગ્ન 

કરીને પારકે ઘરે જશે, તેની ખબર 

છે, તો પણ તેમની માટે પોતેજ સતત પ્રયત્ન કરે 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._

                              

છોકરાઓને મોટા કરતા- કરતા પોતે ક્યારે વૃધ્ધ થઇ ગયા એ પણ ધ્યાન માં નથી  આવતું, 

અને જયારે ધ્યાનમાં આવે ત્યારે તેનો કોઈ ઉપયોગ નથી હોતો 

ત્યારે….માણસ….

_પુરુષ માંથી  બાપ બને છે._
બહુ ઓછી સ્ત્રીઓ પિતા બનેલા પતિ ને સ્નેહથી credit આપી શકે છે.

હા, મા પોતાના શરીરમાંથી જીવનની રચના કરે છે, પણ એ જીવનને જાળવીને એના સંવર્ધનનું કામ જે કરે છે એ પિતાને પણ એટલા જ વ્હાલ અને ધન્યવાદ આપવા પડે. 

સ્ત્રી સ્વભાવે expressive છે માટે પોતે જે કરે છે તે કહી શકે છે… 

જે ફરજ માનીને કરે અને જવાબદારી સ્વીકારીને જીવે છે એવા પુરુષ અને પિતા બંનેને વંદન.

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: