પ્રયત્ન

દેશ – પરદેશથી ગાંધીજીને અનેક પત્રો આવતા . છાપા પણ ઘણાં આવતાં . કાગળનાં કવર અને છાપાના રેપર, આ બધું ગાંધીજી ફેકી નહોતા દેતા . તેઓં તેનો લખવામાં ઉપયોગ કરતા . કાગળના કોરા ભાગને કાપીને તે સાચવી રાખતા, કારણકે જરૂર કરતાં વધારે વસ્તુનો ઉપયોગ કરવો તેને તે ચોરી ગણાતા હતા .
એક દિવસ તેઓં આ રીતે નકામા કાગળના કોરા ભાગને કાપી-કાપીને એક બાજુ મુકતા હતા . પણ આ કામ તેમનાથી બરાબર થતું નહોતું . કાગળ વાંકા – ચૂકા કપાતા હતા .નજીકમાં જ આશ્રમના એક ભાઈ બેઠા હતા . તેમણે આ જોયું તો બોલ્યા –
` બાપુજી, આ કાગળ અને કાતર મને આપો . હું કાપી આપું . આ કામ કરવાનો મારો અભ્યાસ છે . આપનાથી બરાબર થતું નથી .’
ગાંધીજીએ સ્વાભાવિકતાથી જવાબ આપ્યો –
` બરાબર નથી થતું તો શું થયું ? પ્રયત્ન કરવો મારો ધર્મ છે . હું મારો ધર્મ કેવી રીતે છોડું ?’
આમ કહીને તે પૂર્વવત પોતાનું કામ કરવા લાગ્યા .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply