પ્રેમ માં ચાલ ને ચકચૂર થઈ ચાલ્યા કરીએ ,
સુર્ય ની આંખે અજબ નુર થઈ ચાલ્યા કરીએ.
એને બદનામી કહે છે આ જગત ના લોકો,
ચાલને આપણે મશહુર થઈ ચાલ્યા કરીએ.
એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પુર થઈ ચાલ્યા કરીએ.
પ્રેમ ના ગર્વ થી વધતો નથી સંસાર નો ગર્વ ,
ચાલ ને ભગવાન ને મંજુર થઈ ચાલ્યા કરીએ.
Leave a Reply