ફાધર્સ ડે ના નિમિત્તે હું એક એવી વ્યક્તિ ની વાત કરું છું જે ફક્ત એમના સંતાનો ના જ નહી પણ આખા પોરબંદર માં અને આજુ બાજુ ના ગામડા ઓ માં રોટલા વાળા બાપા તરીકે ઓળખાય છે . માથે ટોપી , હાથ માં માળા અને સાદા વસ્ત્રો . આંખો માં જિંદગી નો અનુભવ અને ચહેરા ઉપર કરુણા અને સેવા નો આનંદ .આજે ૨૫ વરસ થી કાંઈ પણ બદલા ની આશા વીના રોજ સવારે વહેલા ઉઠી રસોઈ બનાવી પોરબંદર ના સરકારી દવાખાના માં દર્દી ઓ ને અને તેમની સાથે રહેતી વ્યક્તિ નેજમાડે . જરૂરિયાત વાળા ને દવા ની પણ મદદ કરે . જેનું કોઈ ન હોય તેવી મૃત વ્યક્તિ ના અંતિમ સંસ્કાર પણ જાતે કરે . દીલ માં દયા નો દરિયો વહે . કોઈ ના પણ માટે કાંઈ પણમદદ કરવા હંમેશા તૈયાર .સેવા નો ભેખ ધરી જીવતા આ બાપા ને નાના મોટા બધા જ ઓળખે . કોઈ ની પાસે ક્યારેય ન માંગવું એ એમનો નિયમ . કોઈ પણ કપરા સંજોગો માં એમણે સેવા છોડી નહી ,ટાઢ , તાપ કે વરસાદ ની ઋતુ માં પણ ખુલ્લા પગે સેવા કરતા .કંટાળો કે થાક નું નામ નહી.દવાખાના માં લીમડા ના ઝાડ ની ચે એમની બેઠક .બધા ત્યાં મળવા આવે .દરેક ની તકલીફ દુર કરે . થોડા વરસો પહેલા એમના જીવન સાથી શ્રી જી ચરણ પામ્યા .તે મનો પણ આ સેવા યજ્ઞ માં મોટો ફાળો હતો . એમની માં ની સેવા એમણે શ્રવણ ની જેમ કરી . એમના બાં બીમાર થયા , તેમને દવાખાના માં દાખલ કર્યા ત્યારે બા ની સેવા કરતા કરતા બીજા દર્દીઓ નું દુઃખ દર્દ જોયા .એમનું હ્રદય દુખી થયું અને મન માં આ ગરીબ દુખી લોકો ની સેવા ના બીજ રોપાયા . થોડા સમય પછી એમની બા ના મૃત્યું પછી સેવા ની શરૂઆત કરી . ધીરે ધીરે સેવા રૂપી છોડ વિકાસ પામતો ગયો .ઘણી અડચણો સહેવા છતાંયે હિમ્મત થી આગળ વધ્યા . પ્રભુની પણ આ સેવા કાર્ય માં કૃપા છે . આજે એમની આયુ ૮૧ વર્ષ ની છે .હવે ઉમર ના કારણે થોડી તકલીફ પડે એ સ્વાભાવિક છે પણ હવે ગામ ના સેવાભાવી લોકો એમના કામ માં મદદ કરે છે .પોતાનાં સંતાનો કે પરિવાર જનો ને તો સૌ મદદ કરે પણ પારકા ને પણ પોતાનાં ગણી વ્હાલ ની વર્ષા કરે એવા આ સંત શ્રી રસિકભાઈ રોટલા વાળા બાપા ને અમારા કોટી કોટી વંદન.
તમને લાગશે કે હું એમને કેવીરીતે ઓળખું તો મારે એ જ કહેવાનું કે બધાના રોટલા વાળા બાપા અમારા વ્હાલા બાપુજી છે . અમને અમારા આ બાપુજી ઉપર ગર્વ છે .
ફાધર્સ ડે ના નિમિત્તે બાપુજી ને કોટી કોટી વંદન .
માતૃ દેવો ભવ . પિતૃ દેવો ભવ .
માયા સુધીર અને કાના ના જય શ્રી કૃષ્ણ.
Leave a Reply