ફરાળી ફરસી પૂરી
સામગ્રી :- ૧ કપ ફરાળી લોટ જે બજાર માં તૈયાર મળે છે તે , સિંધવ નમક સ્વાદ અનુસાર ,૧/૪ ટીસ્પુન આખું જીરું ,૧/૪ ટીસ્પૂન મરી નો ભૂકો , ઘી અથવા તેલ મોણ માટે ૨ થી ૩ ટે સ્પુન ,અને તળવા માટે તેલ અથવા ઘી ,જરૂર પૂરતું દૂધ અથવા જળ લોટ બાંધવા માટે .
રીત – સૌ પ્રથમ એક વાસણ માં લોટ ચાળી તેમાં જીરું ,સિંધવ નમક ,મરી નો ભૂકો અને ઘી અથવા તેલ નું મોણ નાંખો .પછી તેમાં દૂધ થવાપાણી લઇ કડક પુરી નો લોટ બાંધો .નાના ગોયણા કરી પુરી વણી લો અને તેમાં ચાકુ થી છેદ કરો .બધી પુરી વણાઈ જાય પછી એક કડાઈ માં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો .ગરમ થાય એટલે બધી પુરીતળી લો .ઠરે એટલે એક એર ટાઈટ ડબ્બા માં ભરી લો .સ્વાદિષ્ટ ફરાળી ફરસીપૂરી ની ગરમાગરમ ચાઅથવા દહી અને બટાકા ની ફરાળી સુકી ભાજી સાથે મજા માણો .
You must log in to post a comment.