ફરાળી સૂપ

ફરાળી સૂપ

સામગ્રી :- ૧  વાટકી દુધી ના ટુકડા , ૧/૨ વાટકી બટેટા ના ટુકડા ,સ્વાદ મુજબ મીઠું , ૧ ટી સ્પૂન મરી નો  પાવડર , લીંબુ નો રસ ૧ ટી સ્પૂન , ખાંડ  ૧ ટે સ્પૂન  સજાવટ માટે  કોથમીર અને વઘાર માટે ૧ ટે સ્પૂન ઘી , જીરું ૧ ટી સ્પૂન .

રીત :- સૌ પ્રથમ દુધી ને અને બટેટા ની છાલ ઉતારી તેનાં નાના ટુકડા કરો .સ્વચ્છ પાણી થી આ ટુકડા ને  ધોઈ  કુકર માં થોડું પાણી નાંખી બાફી લો . બફાઈ જાય પછી તેને  મીક્ષી માં પીસી લો . હવે એક પેન  માં ઘી મૂકી  જીરા નો વઘાર કરો .ગમે તો લીમડા ના ૩ થી ૪ પાન પણ વઘાર માં મુકો .હવે દુધી અને બટેટા નું મિશ્રણ પેન માં નાંખો .જરુર મુજબ પાણી નાંખી  સ્વાદ મુજબ મરી મીઠું નાંખો .થોડીવાર ઉકળવા દો .તેમાં ખાંડ અને લીંબુ નો  રસ નાંખો .એક બાઉલ માં સૂપ લઈ કોથમીર  થી સજાવી ગરમ ગરમ પીરસો . જો વધારે સ્પાઇસી જોઈએ તો વાટેલા આદુ મરચા પણ નાંખી શકાય .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply