ફાનસનું અજવાળું

અજવાળાનો  તો કઈ તોટો નથી
પરંતુ બધા કરતાં ઉંચી
એક માત્ર પ્રકાશની છબી જ
વારંવાર મારી
આંખ  સામે  અંકાય છે .
દૂર દૂર ગામડાના હાટ-બજારમાં સોદો પતાવીને
પાંચ – સાત માઈલનો રસ્તો કાપી
મેદાન વટાવી જયારે
ઘર તરફ આવતો
ત્યારે દૂરથી દેખાતું કે
ઘરની છેક દક્ષિણ દિશામાં
હાથમાં ફાનસ લઈને જાણે
કોઈક ઉભું છે
મારાં વૃધ્ધ – દાદીમાં .
અજવાળાનો તો કઈ તોટો નથી
પણ ભય દૂર કરનારો
હુંફ જગાડનારો
બીજો એકેય આવો પ્રકાશ મેં જોયો નથી .


Posted

in

by

Tags:

Comments

%d bloggers like this: