આજે અમે એક સંબંધી ના ઘેર ગયા હતા .એમનો દીકરો રમતો હતો .થોડીવાર પછી એ ઉભો થયો તૈયાર થઇ ને સ્કુલ બેગ લીધી એ એટલી વજનદાર હતી કે તે નાનો બાળક એ ઉપાડી શકતો નહોતો .થોડા પ્રયત્નો કર્યા પછી તેણે એ બેગ ને એની બહેન ની મદદ થી ખભા ઉપર લટકાવી ત્યારે એ બાળક આગળ થી નમી ગયો હતો .હું જોઈ રહી પૂછતા જાણ્યું કે એ બાળક ટ્યુશન માં જઈ રહ્યો હતો મને વિચાર આવ્યો જો ૧ કલાક ટ્યુશન માં આટલી વજનદાર બેગ ઉપાડવી પડે તો ૫ -૬ કલાક સ્કુલ માટે કેટલું વજન વેંઢારવું પડે ?શું આ જ બચપન છે ? કેવી દયા જનક સ્થિતિ છે બાળકો ની ?શું આ બાળકો કયારેય એમનું બચપન પાછું માંગશે ?આપણે આજેય બચપન માં કરેલી મઝાઓ ને યાદ કરીએ છીએ .આપણું બાળપણ આપણે પાછુ મળે તો કેવું સારું એમ વિચારીએ છીએ .આપણા મિત્રો સાથે આપણી યાદો ને મમળાવી આનંદ માણીએ છીએ .શું આજ ના બાળકો ને એમનું બાળપણ યાદ કરવું ગમશે ?જરાય નહી કા કે એમાં નકરી સ્કુલ , ટ્યુશન , હોમવર્ક ની જ યાદો હશે . એનાથી જ થાકી જાય પછી ટીવી જોઈ ને સુઈ જાય . દોસ્તો સાથે ખુલ્લી હવા માં રમવું ,એતો સ્વપ્ન સમાન જ થઇ ગયું છે .તો બીજી બાજુ ગરીબ લોકો ના બાળકો ને મજુરી કરવી પડે .શાળા માં ભણતા બાળકો ને જોઈ એમને પણ ભણવા નુ મન થાય પણ પૈસા ના અભાવે રમવાની ભણવાની ઉમર માં કામ મજુરી કરવું પડે .એમને પણ સારું ખાવું પીવું ,મોજ મઝા ગમે પણ એમને પણ એ ના મળે .ટુંક માં અમીર કે ગરીબ કોઈ બાળકો એમના બાળપણ ને યાદ નહી કરે .કંટાળાજનક યાદો ને કોણ મમળાવે ? ઉપર થી સમાજ માં તિરસ્કાર ,લાચારી ,શોષણ નો સામનો કરવો પડે .જો કોઈ ખરાબ વ્યક્તિ નો સંગ થઇ ગયો તો આખું જીવન બરબાદ થઇ જાય . કોઈ ગેંગ માં ફસાઈ જાય તો ન કરવા ના કામો એમની પાસે કરાવવા માં આવે .કેવી દયા જનક સ્થિતિ છે નહી ? કોઈ વાર સાંભળવા માં આવે કે કચરા પેટી માં થી બાળક મળ્યું ત્યારે અરેરાટી થઇ જાય કે ઈશ્વર નુ સ્વરૂપ ગણાતા બાળક ની આ દશા ?કેટલાય દંપતિઓ સંતાન વગર ટળવળે છે જયારે કેટલાય બાળકો નોધારા હોય છે .એમને જીવન ની સાચી દિશા કોણ બતાવશે ?કોણ એમનો હાથ પકડી એમના જીવન ના રાહબર બનશે ?ભાગ્યેજ કોઈ ને એમોકો મળે કે કોઈ એમનો હાથ પકડી એમની દશા અને દિશા બન્ને સુધારે .આપણે થોડી ઉદારતા દાખવીએ અને ઉંચી સમજ કેળવીએ તો જરૂર કોઈ નુ જીવન અજવાળી શકીએ .નિસંતાન દંપતિઓ કોઈ અનાથ બાળક ને દત્તક લે તો એ એક ઉમદા કાર્ય છે. કોઈ નુ જીવન સુધારી શકતા હોઈએ તો એનાથી બીજું રૂડું શું ? બન્ને ના જીવન સુખો થી ઉભરાઈ જાય. બેઉ ને એકબીજા નો પ્રેમ અને સહારો મળે .જીવન ઉપવન બને . કઈ નહી તો કોઈ ગરીબ ના બાળક ને શિક્ષણ નો ખર્ચો આપીએ .અરે કઈ નહી તો એને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરીએ અને બનતી મદદ કરીએ તો ય ઘણું . ઘણી વાર એવું બનતું હોય છે કે માબાપ પણ જતું કરતા હોય છે .નથી ભણવુંતો કાંઈ નહી કામે લાગીજા .મે એક શાકવાળા ને થોડા સમય પહેલા પૂછેલું કે આ તમારા દીકરા ને ભણાવતા કેમ નથી ?કેમ આટલી નાની ઉમર માં શાક વેચવા બેસાડી દીધો ?ત્યારે એણે કહ્યું બેન હું તો મોકલું છું પણ એને ભણવું નથી એ શાળા એ થી પાછો જ આવી જાય છે એટલે ધંધે લગાડી દીધો .કેટલું સહજતા થી સ્વીકારી લીધું કે ન ભણે તો ચાલે .બસ આછે આજની બાળકો ની સ્થિતિ .ગમે તે હોય પણ આજેય હું તો એમ કહું કે ,
ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો .
Leave a Reply