મકાઈ ના ભજીયા

આવા વરસાદી વાતાવરણ માં ગરમાગરમ ભજીયા ખાવા નું કોને મન ના થાય ?ને એમાંય વળી કુણી કુણી મકાઈ ની ઋતુ ! ભુટ્ટા નો સ્વાદ તો માણીએ  જ છીએ તો આવો આજે મકાઈ ના ભજીયા ની મોજ માણીએ .

સામગ્રી – ૧ વાટકી મકાઈ ના દાણા , આર લોટ અથવા બેસન ૨ થી ૩  ટે સ્પુન ,આદુ મરચા વાટેલા ૧ ટી સ્પૂન , મીઠું સ્વાદ પ્રમાણે ,હળદર પાવડર ૧/૪ ટી સ્પુન ,લાલ મરચું પાવડર ૧/૨ ટી સ્પુન ,ધાણાજીરું પાવડર ૧/૨ ટી સ્પુન ,સોડા ચપટી ,હિંગ ચપટી , બારીક કાપેલી કોથમીર ,લીંબુ નો રસ અને થોડી ખાંડ ,ગરમ મસાલો ૧/૪ ટી સ્પુન , તળવા માટે તેલ .ગમે તો બારીક કાપેલા કાંદા અને બારીક કાપેલું લસણ પણ નાખી શકાય .

રીત –  સૌ પ્રથમ મકાઈ ના દાણા ને મિક્સી માં અધકચરા વાટી ળો ,પછી તેમાં ઉપર કહેલ બધો મસાલો ,આરાલોટ ,કોથમીર ,લીંબુ નો રસ ,ખાંડ બધુ નાખી સારી રીતે મિક્સ કરો .જરૂર લાગે તો થોડું પાણી લઇ ભજીયા માટે ની ખીરું તૈયાર કરો .હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો .તેલ ગરમ થાય એટલે નાના  નાના ભજીયા તેલ માં મુકો .લાલ રંગ થાય ત્યાં સુધી બરાબર તળો .પછી તેલ માં થી ઝારા વડે ભજીયા બહાર કાઢી લો .ગ્રીન ચટણી અને સોસ સાથે ગરમાગરમ ભજીયા ની મોજ માણો . મસાલા વાળી ચા અને ગરમાગરમ ભજીયા !ઔર ક્યાં કહેના !

જોજો હોં ! ભજીયા ખાઈ ને કજિયા ના કરતા !

 

Leave a Reply