મઠ ના ખાખરા – હેલ્ધી અને પોષ્ટિક નાસ્તો .

સામગ્રી – ૧ કપ ઘઉં નો લોટ , ૧ કપ મઠ નો લોટ ,મોણ માટે તેલ ,સ્વાદ મુજબ મીઠું ,૧ ટીસ્પુન સફેદ તલ,  ૧ ટી સ્પુન હળદર ,૧ ટીસ્પુન લાલ મરચું પાવડર ,૧ ટીસ્પૂન ધાણાજીરું પાવડર ,૧/૨ ટીસ્પૂન હિંગ અને જરૂર પૂરતું પાણી .

રીત – સૌ પ્રથમ એક વાસણ માં બન્ને લોટ ચાળી ભેગા કરો .હવે તેમાં ઉપર મુજબ ના બધા મસાલા ,તલ ,મીઠું ,તેલ નું મોણ ,હિંગ બધુ સારી રીતે મિક્સ કરો .હવે થોડું થોડું પાણી લઇ રોટલી ના જેવો લોટ બાંધો. એને તેલ થી કેળવી લો . હવે લુઆ કરી બધી રોટલી વણી લો રોટલી ખાખરા માટે જેટલી પાતળી વણાય એટલી વણો .હવે રોટલી ઉપર થોડું ઘી અથવા તેલ લગાડી કડક શેકી લો .મસાલા વાળી ચા અને રાઈવાળા આથેલા મરચા અથવા મેથિયા કેરી ના સંભાર ની સાથે ખાખરા સરસ લાગે છે .

શિયાળા માં આ ખાખરા ખાવાની મજા કૈક ઔર જ છે .ટ્રાય કરો અને મને કેજો કેવી લાગી આ  રેસીપી .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply