MeenaDoshi ની પોસ્ટ પર થી સાભાર
રોઝ ડે, ચોકલેટ ડે અને કઇક કેટલાય ડે..
આવશે અને જશે
પણ સ્ત્રીને કોઇ પુછશે કે તે શું ઈચ્છે છે?
ના ઘુટણીયે પડીને ગુલાબ આપો,
ના મનગમતા લેખકની કિતાબ આપો,
ન જોઈએ રૂ જેવાં પોચકા રમકડાં
ન જોઈએ મધમીઠી શાયરીના ગતકડાં
હે પુરુષ..
જો આપવું જ છે …તો…
મને મારા ભાગનું
એક ટુકડો આકાશ આપો…
જયાં હું ઉડી શકું,
મન ભરીને વિહરી શકું,
હે પુરુષ…
એકમેકનાં પુરક આપણે
મૈત્રી ભર્યો બસ સાથ આપો…
એક વ્યક્તિ તણા અધિકાર આપો..
સ્ત્રી હવે પુરુષ સમકક્ષ,
સ્ત્રી હવે પુરુષથી ચાર કદમ આગળ,
ન શબ્દોના આવા ઠાલા હાર આપો
હે પુરુષ..
આંખોમાંથી ‘ કામ’ ના કાજળ કાઢી નાખો
અંદર છુપાયેલી લોલુપતાને બસ
એક હદમાં બાંધી રાખો…
આપવું જ છે…તો..
મને મારા ભાગનું
એક ટુકડો આકાશ આપો…??
Leave a Reply