મનોમંથન

ઝરણા ,મારા માટે સરસ મજા ની મસાલા વાળી ચા બનાવ અને કાંઈક સરસ નાસ્તો બનાવ ત્યાં સુધી માં હું તૈયાર થઇ જઉં વસંત બોલ્યો .હા હમણાં જ બનાવું છું કહી ઝરણા રસોડા માં ચા નાસ્તો બનાવા લાગી .વસંત ત્યાર થઇ આવ્યો એટલે ઝરણા એ તેનો પ્રિય નાસ્તો ગરમ ગરમ ઢોકળા અને ચટણી સાથે ચા પણ આપ્યા .વસંત ટીફીન લઇ ઓફીસ ગયો અને ઝરણા ઘરકામ માં લાગી ગઈ. પહેલા ઘર વ્યવસ્થિત કર્યું અને પછી છોકરાઓ ને તૈયાર કરી સ્કુલે મોકલ્યા. સંતાન માં એક દીકરી ને એક દીકરો .દીકરી નું નામ બરખા અને દીકરા નું નામ બાદલ .સુખી પરિવાર .ઝરણા પણ સ્વભાવે હસમુખી અને મિલનસાર .એક દિવસ બન્ને ભાઈ બેન રમતા હતા. બન્ને વચ્ચે ખુબ પ્રેમ હતો .ભાઈ મોટો અને બેન નાની .રમતા રમતા બરખા પડી ગઈ .બદલે તેનેઉભી કરી અને  સંભાળી ને ઘેર લાવ્યો પછી દવા લગાવી અને પાટો બાંધી દીધો . બાદલ અને  બરખા ધીમે ધીમે મોટા થવા લાગ્યા .ભણવા માં પણ બન્ને હોશિયાર . એક દિવસ વાત વાત માં કોઈ સ્વજન ઘરે આવેલા એમણે બરખા ને જોઈ .ખુબ મીઠડી દીકરી એટલે જોતા જ ગમી ગઈ .પછી કહે વસંત ભાઈ ,દીકરી ને આટલા લાડ કરવા સારા નહિ ,સાસરે જાય ત્યારે આકરું લાગે .કોને ખબર કેવા સાસરિયામળે? એને એના પતિ ના ઘેર આવું સુખ મળશે કે નહી કોને ખબર ? વસંત ભાઈ બોલ્યા ,મારા માટે દીકરી કે દિકરા માં કોઈ ભેદ ભાવ નથી એટલે હું આવી ચિંતા નથી કરતો .હું એને ભણાવી ગણાવી એના પગભર ઉભી કરીશ પછી એને લાયક કોઈ સારું પાત્ર મળે તો જ એના લગ્ન કરીશ .ઉતાવળ કરીને ગમે ત્યાં નહી પરણાવું . આબધી વાત સાંભળી ઝરણા નીઆંખો ભીંજાઈ ગઈ .વિચારી રહી કે હું શું હું કોઈ ની દીકરી નથી ?શું મારા પિતા એ પણ મારા માટે પણ સુખ ની આશા સાથેજ મને વળાવી હશે ને !દીકરી માટે પ્રાણ પાથરતો પિતા કેમ ભૂલી જતો હશે કે હું પણ અરમાન અને સોનેરી સોણલા લઇ ને જ તમારી જિંદગી માં આવી છું .મારે કેમ મારા સ્વપ્નો ને ફરજ નામનું કફનઓઢાડી દફન કરવા પડે છે ?એટલા માં જ વસંતે બુમ પાડી અરે ઝરણા ,ક્યાં છે ?શું કરે છે ? ઝરણા આવી હસતા ચહેરે બોલી બોલો શું હુકમ છે ? વસંતે કહ્યું આજે હું અને બરખા બહાર જ જમી લઈશું  .મારી રાહ ના જોઇશ બાદલ પણ આજે દોસ્તો સાથે પાર્ટી માં જવાનો હતો .ઝરણા એકલી જ ઘર માં રહી ગઈ .

પપ્પા સાથે બહાર ડીનર લઇ ને આવ્યા બાદ રાતે બરખા એ પૂછ્યું કે પપ્પા ,આજે પેલા આંટી કઈંક સાસરે જવાનું એમ કહેતા તો એટલે શું ?મારે તમારી પાસે નહી રેવાનું? બીજા ના ઘેર જવાનું ? વસંતે જવાબ આપ્યો કે તારે તારા પતિ ના ઘેર જવાનું . એમની સાથે હળીમળીને રહેવાનું .પછી તારું સાચું ઘર એ કહેવાય .ત્યારે બરખા રડમસ અવાજે બોલી તો મારું ઘર કયું ?આતો પિતા નું ઘર છે અને જ્યાં આખી જિંદગી જીવવાનું છે એ પતિ નું ઘર છે .તો મારું ઘર કયું ?મારા અસ્તિત્વ નો સ્વીકાર ક્યાં ? મારું સન્માન ક્યાં ?મારું ઉડવાનું આકાશ કયું ?મારે પણ મમ્મી ની જેમ જ પતિ ના ઘેર એ જેમ કહે તેમ રહેવાનું? એ જેમ કહે એમજ કરવાનું ?એવું કેમ પપ્પા? વસંત પાસે આનો કોઈ જવાબ નહોતો.બસ આખી રાત એના મન માં એક જ પ્રશ્ન ગુંજતો રહ્યો .મારું ઘર કયું ?

વર્ષો થી અધુરો રહેલો એક સળગતો પ્રશ્ન
માં બાપ નું ઘર દીકરી નું પિયર કહેવાય
ને પતિ નું ઘર એનું સાસરું કહેવાય
દીકરી આખી ઉમર શોધે
મારું ખુદ નું ઘર કયું કહેવાય??????

 

Leave a Reply