મન થાય છે

મન થાય છે,
સમુદ્ર કિનારે બેસીને
હવાની થપાટો સહેવાનું .
મન થાય છે,
જ્યાં એક વયોવૃદ્ધ વડલાદાદા ઊભા છે
ત્યાં
નિર્જન બપોરે ઘસઘસાટ ઉઘવાનું .
વળી એવુંય મન થાય છે …
ક્યાંય ન જઈને ફક્ત આ વરંડામાં
બેઠાં  બેઠાં સૂર્યોદય – સુર્યાસ્ત જોવાનું
કેવી રીતે
આ અંધારામાંથી ઉપસી આવે છે આખું આકાશ
અને
વળી પાછું અંધારામાં ડૂબેય છે !


Posted

in

by

Tags:

Comments

Leave a Reply