મહાશય

કરો ન બહુ રોકકળ મહાશય,

હિસાબ સીધો-સરળ મહાશય .
કદીક ખૂલે બધીય પળ આ,
કદી બને એ પડળ મહાશય .
તમે જ હોડી, તમે જ દરિયો ,
તમે જ પોતે વમળ મહાશય .
અહી અરીસા બધા ખુદા છે ,
અને ખુદા છે અકળ મહાશય .
કલમ કશુંયે કરી શકે ના,
ગઝલ સ્વભાવે ચપળ મહાશય .

Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: