માણસ ને ખોતરો ને ખજાનો નીકળે ,

અમારા એક સંબંધીએ વોટ્સ અપ પર એક ગઝલ મોકલી છે .મને ગમી ગઈ એટલે આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું .

માણસ ને ખોતરો ને ખજાનો નીકળે ,

સાચવી ને સંઘરેલો એક જમાનો નીકળે .

મળે કશે આખી જિંદગી દટાયેલી ,

થાય બેઠીબસ એક જન જો પોતાનો નીકળે .

જરૂરી નથી કે સીધા દેખાતા જ સારા હોય ,

કદી કોઈ અડીયલ પણ મજાનો નીકળે .

રખે માનશો હેવાનિયત હેવાનો જ કરે ,

કદી સજ્જન માંથી ય ઘણાં શેતાનો નીકળે .

ઘા બધે જ મળે છે ચાહે તેને ખોતરો ,

કદી અંદર કે કદી બહાર નિશાનો નીકળે .

કાંઈ જ નક્કી નથી આ તો માણસ કહેવાય ,

બહાર થી પોતાનો ,અંદર થી બીજાનો નીકળે .

ગઝલકારનું નામ નથી ખબર એટલે લખ્યું નથી કોઈ ને ખબર હોય તો કહેશો જરૂર લખીશ .

 

 

 

 

 

 

 

 

 

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Join the Conversation

2 Comments

%d bloggers like this: