માત્ર તારા નામના દીવા કરું છું,
હું હવે ક્યાં સુર્યની પરવા કરું છું.?
કોઈના એકાંત વિશે હું લખું છું,
ને, મનોમન કેટલો રોયા કરું છું.?
છેક તારા ઘર સુધી આવી ગયો છું,
કોણ ખોલે બારણું જોયા કરું છું.!
ને સ્મરણની ચાંદનીમાં લીન થઈને,
શ્વાસ મારા, બે ઘડી ખોયા કરું છું.
રોજ પૂછે છે મને વ્હેલી સવારે,
કેમ એના સ્વપ્નમાં આવ્યા કરું છું.?
દિનેશ કાનની. ‘પાગલ’ રાજકોટ.
Leave a Reply